ગઈકાલે સવારે ૦૯.૩૦ વાગ્યે હું ખેતરમાંથી ઘરે આવ્યો તો મમ્મીએ કહ્યું કે હું કચરો ટોકરમાં ભરી ગામની બહાર નાંખવા જતી હતી ત્યારે આપણા વાસના ચોકમાં જ શ્રી ધવલભાઈ દ્વારા વેસ્ટ કલેક્શનના સાધનામાં કચરો નંખાવવામા આવ્યો અને આજ રીતે દર આતરા દિવસે સાધનામાં જ કચરો નાખવા જણાવ્યુ જે જાણી મમ્મીને ઘણો આનંદ થયો અને મને પણ નગરપાલિકા કે મહાનગરપાલિકામાં રહેતા હોય તેવો અનુભવ થયો.
આપણા બાલવા યુથ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન આપણ ગામની તમામ માતાઓ, બહેનો, દીકરીઓ માટે એક આશિર્વાદરૂપ છે, જે કામગીરી હરહંમેશ ચાલુ રહેવું જોઇએ જે બાલવા ગામના તમામ સમાજના યુવાનોની એકતા અને સફળતા દર્શાવે.
ચાલો સહુ મળીને “મારૂ ગામ સ્વચ્છ ગામ”ના સપનાને સાકાર કરીએ.