આ અમારો પ્રથમ સમગ્ર ગામસ્તરીય મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે જેમાં અમોએ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન, ગામ સફાઈ, જુના કચરાના ઢગલા દુર કરવા, ગંદકી નિર્મુલન જેવા કચરા વ્યવસ્થાપનના કામોનો સમાવેશ થાય છે
આ પ્રોજેક્ટની નિયમિત ગતિવિધિઓના સંચાલન માટે અમોએ કાયમી કર્મચારીઓ નિયુક્ત કરેલા છે જેઓ વૈજ્ઞાનિક ઢબે કચરાનું કલેક્શન, સેગ્રીગેશન અને નિકાલ કરવા માટે જવાબદાર છે.
આ અમારો ભાવી પ્રોજેક્ટ છે જેની અંદર સમગ્ર ગામના પીવાના પાણીના ટ્યુબવેલ અને વોટર સંપમાં પીવા લાયક શુદ્ધ પાણી ઉપલબ્ધ બનાવવું, અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વિવિધ સ્ટોરેજ અને સ્ત્રોતનું ઇન્ટરલિન્કિંગ કરવું તથા ગામની ૪૦ વર્ષ જૂની પીવાના પાણીની સિમેન્ટની પાઈપલાઈનને બદલે UPVC કે અન્ય આધુનિક ટકાઉ મટીરીયલની સમાંતર લાઈન ભવિષ્યના પ્લાનિંગ સાથે લગાવવી, રીસોર્સીસ માર્યાદિત હોઈ તેનો કાર્યક્ષમ ઉપયોગ વિગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
Our prime purpose in this life is to help people.
And our motto is MARU GAM SWACH GAM