Events
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ
આ અમારો પ્રથમ સમગ્ર ગામસ્તરીય મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે જેમાં અમોએ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન, ગામ સફાઈ, જુના કચરાના ઢગલા દુર કરવા, ગંદકી નિર્મુલન જેવા કચરા વ્યવસ્થાપનના કામોનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટની નિયમિત ગતિવિધિઓના સંચાલન માટે અમોએ કાયમી કર્મચારીઓ નિયુક્ત કરેલા છે જેઓ વૈજ્ઞાનિક ઢબે કચરાનું કલેક્શન, સેગ્રીગેશન અને નિકાલ કરવા માટે જવાબદાર છે.
વોટર સપ્લાય નેટવર્ક એન્ડ પ્યોરીટી મેનેજમેન્ટ
આ અમારો ભાવી પ્રોજેક્ટ છે જેની અંદર સમગ્ર ગામના પીવાના પાણીના ટ્યુબવેલ અને વોટર સંપમાં પીવા લાયક શુદ્ધ પાણી ઉપલબ્ધ બનાવવું, અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વિવિધ સ્ટોરેજ અને સ્ત્રોતનું ઇન્ટરલિન્કિંગ કરવું તથા ગામની ૪૦ વર્ષ જૂની પીવાના પાણીની સિમેન્ટની પાઈપલાઈનને બદલે UPVC કે અન્ય આધુનિક ટકાઉ મટીરીયલની સમાંતર લાઈન ભવિષ્યના પ્લાનિંગ સાથે લગાવવી, રીસોર્સીસ માર્યાદિત હોઈ તેનો કાર્યક્ષમ ઉપયોગ વિગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
ગટર સુએજ મેનેજમેન્ટ અને તળાવ શુદ્ધિકરણ
આ અમારો ભાવી પ્રોજેક્ટ છે જેમાં ગામની ગટર લાઈનો એક ખાસ પ્રકારે બનાવેલા સુએઝ પોન્ડમાં લઇને હાલના ગામના તળાવમાં આ પાણી જતું બંધ કરવું અને સુએઝ પોન્ડમાં આ ગટરના પાણીનું શુદ્ધિકરણ કરીને વનસ્પતિ અને વૃક્ષ ઉછેર તેમજ સિંચાઈના કામમાં વપરાય તેવું બનાવવું સાથોસાથ ગામના તળાવનું પાણી જે હાલમાં ખુબ દુષિત તથા વાસયુક્ત હોઈ બેક્ટેરિયા કલ્ચર દ્વારા જૈવિક રીતે શુદ્ધિકરણ કરીને તળાવને પ્રદુષણ મુક્ત કરવું.
ગામમાં ફેલાયેલ કેન્સર રોગ વિષયક સંશોધન અને પૂર્વનિદાનનું આયોજન
હાલમાં ગામમાં કેન્સરના રોગનું પ્રમાણ ખુબ વધી રહેલ છે ત્યારે અમોનું આગામી આયોજન આ રોગનું સંશોધન અને નિદાન કરવાનું છે. જેના અન્વયે અમો વિશ્વ કેન્સર સંસ્થા, વિશ્વ આરોગ્ય સંસ્થા, ભારત સરકાર, રાજ્ય સરકાર વિગેરેની મદદ દ્વારા આ રોગ વિષે વધારે ઊંડાણ પૂર્વકનું રીસર્ચ અને એનું પૂર્વ નિદાન કરવાની કામગીરી કરવા અંગેના સંપૂર્ણ આયોજન પાછળ ઘણા સમયથી કામ કરી રહેલ છીએ અને આ અંગે ગ્રાઉન્ડ(ફિલ્ડ) વર્ક ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે.
ખેતીવાડી અને મેડીકલ તથા શિક્ષણ ક્ષેત્રમાં ઉન્નત તક્નીકોનું સર્જન
અમારું ભાવી આયોજન રહેશેકે ગામમ ખેતીવાડી, આરોગ્ય અને શિક્ષણ કે જે ગ્રામીણ અર્થતંત્રના મૂળભૂત પાયાના વિભાગો છે તેમાં લેટેસ્ટ ટેકનોલોજી અને ઉચ્ચ સમાવેશિત સંકલન દ્વારા વધુ સારી રીતે તેનું અમલીકરણ અને તેનો પરિણામલક્ષી અભિગમ રાખવામાં આવશે.. ઉચ્ચ અભ્યાસ મેળવવા ઇચ્છતા બાળકોને યોગ્ય માર્ગદર્શન અને સહાય, ખેતીવાડીમાં વૈજ્ઞાનિક અભિગમ નિર્માણ અને હાઈટેક મેડીકલ સેવાઓ ગ્રામ્ય સ્તરે સુલભ રહે એ અમારું ઉદ્દેશ્ય રહેશે સાથોસાથ સરકારી યોજનાઓનો અસરકારક અમલ કરાવવો અને વિવિધ સંસ્થાઓ દ્વારા ગ્રામવિકાસ કરવો એ અમારો ધ્યેય રહેશે.